સેવ-ટામેટાંનુ શાક
  • 787 Views

સેવ-ટામેટાંનુ શાક

Ingredients - સામગ્રી

  • 1 કિલો પાકાં ટામેટાં
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • મીઠું, હળદર, મરચું, તેલ, જીરું, હિંગ, ગોળ
  • વાટવાનો મસાલો –
  • 25 ગ્રામ સિંગદાણા, 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ, 4 લીલાં મરચાં, કટકો આદું, 5 કળી લસણ (અૈચ્છિક), 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન તલ (શેકેલા) બધું વાટી મસાલો બનાવવો.
  • સજાવટ માટે –    5 તળેલા પાપડનો ભૂકો
  • 1/2 ઝૂડી લીલા ધાણા
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ

Method - રીત

ટામેટાંને પાણીમાં બાફી, કિચન માસ્ટરમાં ગાળી સૂપ તૈયાર કરવો. એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે જીરું, હિંગનો વઘાર કરી, ટામેટાંનો સૂપ વઘારવો. ઉકળે એટલે તેમાં ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ નાંખી, કણક બાંધી, સેવના સંચાથી ઉકળતા સૂપમાં ચણાની સેવ પાડવી. સેવ બફાય અને ઉંચી અાવે એટલે તેમાં મીઠું, ગોળ અને વાટેલો મસાલો નાંખવો. જાડું રસાદાર થાય એટલે ઉતારી લેવું. પીરસતી વખતે તળેલા પાપડનો ભૂકો, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.