સેવની ઉપમા
  • 354 Views

સેવની ઉપમા

Ingredients - સામગ્રી

  • 1 વાડકી ઘઉંની સેવ, 1 વાડકી પાણી
  • 5 લીલાં મરચાં, મોટો કટકો અાદું
  • 10 દ્રાક્ષ, 7 કાજુ, 1 ડુંગળી,
  • 1 લીંબુ, 1 નાની ઝૂડી લીલા ધાણા
  • 1 ટેબસસ્પૂન કોપરાનું ખમણ
  • મીઠું, મરચું, હળદર, ખાંડ, અડદની દાળ
  • લીમડાનાં પાન, રાઈ, હિંગ, તેલ - પ્રમાણસર

Method - રીત

એક તપેલીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, અડદની દાળ, લીમડાનાં પાનનો વઘાર કરી, ડુંગળી કાપીને નાંખવી. બદામી રંગની થાય એટલે તેમાં ઘઉંની સેવ નાંખી, બદામી રંગની સાંતળવી. પછી તેમાં એક વાડકી પાણી, મીઠું, મરચું, હળદર, ખાંડ, વાટેલા અાદું-મરચાં, દ્રાક્ષ અને કાજુના કટકા નાંખી ખૂબ ધીમા તાપ ઉપર મૂકવું. સેવ બફાઈ જાય અને પાણી સોસવાઈ જાય એટલે ઉતારી, લીંબુનો રસ, કોપરાનું ખમણ અને લીલા ધાણા નાંખવા.