શાહી પૂરણપોળી
 • 616 Views

શાહી પૂરણપોળી

એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, શક્કરિયાંનો માવો વઘારવો. પછી તેમાં નાળિયેરનું ખમણ અને બદામ-કાજુ-ચારોળીનો ભૂકો નાંખવો.

Ingredients - સામગ્રી

 • 200 ગ્રામ રાજગરાનો લોટ
 • 50 ગ્રામ શિંગોડાનો લો
 • 100 ગ્રામ માવો
 • 100 ગ્રામ શક્કરિયાં (બાફેલાં)
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ50 ગ્રામ ગુલકંદ (મીઠાશ પ્રમાણે ફેરફાર કરવો)
 • 1 ટેબલસ્પૂન છોલેલી બદામનો ભૂકો
 • 1 ટીસ્પૂન કાજુનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
 • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
 • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
 • ઘી, એલચી દાણા

Method - રીત

એક વાસણમાં ઘી મૂકી, તેમાં એલચીના દાણા નાંખી, શક્કરિયાંનો માવો વઘારવો. પછી તેમાં નાળિયેરનું ખમણ અને બદામ-કાજુ-ચારોળીનો ભૂકો નાંખવો. સાધારણ શેકાય એટલે માવો અને એલચી-જાયફળનો ભૂકો નાંખી બરાબર મિક્સ થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે તેમાં ગુલકંદ નાંખી, બરાબર હલાવી પૂરણ તૈયાર કરવું.

રાજગરાનો અને શિંગોડાનો લોટ ભેગો કરી, તેમાં થોડું ઘીનું મોણ નાંખી, કણક બાંધવી. તેમાંથી લૂઅા લઈ, રોટલી વણવી. તેના ઉપર પૂરણ મૂકી, બંધ કરી, પૂરણપોળી બનાવી તવા ઉપર બન્ને બાજુ શેકી ઉતારી, ઘી લગાડી પીરસવી.