શશિકળા
  • 131 Views

શશિકળા

ઘઉંના લોટમાં મૂઠી પડતું ઘીનું મોણ નાખી, દૂધથી કણક બાંધવી. તેનાં મૂઠીયા બનાવી, ઘીમાં બદામી રંગના તળી લેવા. અાવી રીતે ચણાના લોટમાં મૂઠી પડતું ઘીનું મોણ નાંખી, દૂધથી કણક બાંધી મૂઠિયાં બનાવી ધીમા ધીમા તાપે તળી લેવાં.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ઘઉંનો લોટ
  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 400 ગ્રામ ખાંડ
  • 25 ગ્રામ બદામ
  • 25 ગ્રામ ચારોળી
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો
  • ઘી, દૂધ, ચાંદીના વરખ

Method - રીત

ઘઉંના લોટમાં મૂઠી પડતું ઘીનું મોણ નાખી, દૂધથી કણક બાંધવી. તેનાં મૂઠીયા બનાવી, ઘીમાં બદામી રંગના તળી લેવા. અાવી રીતે ચણાના લોટમાં મૂઠી પડતું ઘીનું મોણ નાંખી, દૂધથી કણક બાંધી મૂઠિયાં બનાવી ધીમા ધીમા તાપે તળી લેવાં. પછીથી બન્ને મૂઠિયાંને ખાંડી, લાડુની ચાળણીથી ચાળી, વાદાર ભૂકો બનાવવો.

એક તપેલીમાં ખાંડ નાંખ, તે ડૂબે તેટલું પાણી નાંખી, ઉકાળવું. તેમાં 1 ચમચો દૂધ અને 1 ચમચો દૂધ અને 1 ચમચો પાણી ભેગાં કરી, નાંખીને મેલ કાઢવો. ચાસણી અઢીતારી થાય એટલે ઉતારી, તેમાં ઘઉં-ચણાનો ભૂકો, છોલેલી બદામનો ભૂકો ચારોળીનો ભૂકો, એલચી-જાયફળનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી, ઠારી દેવું. શશિકળા સાધારણ ઠરે એટલે ચાંદીના વરખ લગાડવા.