દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીંનો મસ્કો તૈયાર થાય એટલે કપડામાંથી કાઢી, વજન કરવું. જેટલો મસ્કો હોય તેટલી ખાંડ તેમાં નાંખવી.
દહીને કપડામાં બાંધી, લટકાવી રાખવું. બધું પાણી નીતરી જાય અને દહીંનો મસ્કો તૈયાર થાય એટલે કપડામાંથી કાઢી, વજન કરવું. જેટલો મસ્કો હોય તેટલી ખાંડ તેમાં નાંખવી.
એક તપેલી ઉપર ખાદીનો કટકો બાંધી, ખાંડ નાંખેલો મસ્કો છીણી નાંખવો. ખાદીના કટકાને બદલે સ્ટીલની ચાળણીનો અથવા કીચન માસ્ટરનો ઉપયોગ કરી શકાય. કેસરને ગરમ કરી, વાટી, 1 ચમચી દૂધમાં ઘૂંટી અંદર નાંખવું. એલચીનો ભૂકો અને ચારોળી નાંખવાં.
દૂધ સારું જામ્યું હોય તો દહીંનો મસ્કો (પાણી કાઢેલું દહીં) સવા કિલોથી દોઢ કિલો જેટલા નીકળશે.