દહીમાંથી પાણી કાઢી, મસ્કો તૈયાર કરવો. તેમાં મીઠું અને જીરુંનો ભૂકો નાંખી હલાવવું.
લીલી ચટણી - લીલું લસણ, લીલા ધાણા, લીલાં મરચાં, અાદું, થોડા સિંગદાણા, મીઠું અને ગોળ નાંખી, વાટી લીલી ચટણી બનાવવી.
રીત – તુવેરના લીલવા અને લીલા વટાણાને મિક્સરમાં સાધારણ જાડા વાટવા. એક વાસણમાં થોડું તેલ મુકી તેમાં હિંગ નાંખી, વટાણા-લીલવાનો ભૂકો વઘારવો. રેમાં મીટઉં નાંખી, ધીમાં તાપે ચઢવા દેવા. બફાય એટલે ખાંડ, વાટેલાં અાદું-મરચાં, તલ, તજ-લવિંગ-મરીનો ભૂકો નાંખી થોડી વાર હલાવી, નીચે ઉતારી લેવું. પછી તેમાં નાળિયેરનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા કરી નાખી, પૂરણ તૈયાર કરવું.
ઘઉંના લોટમાં મેંદો મીઠું અને ચપટી સોડા નાંખી બ વાર ચાળી લેવો. પછી તેમાં મૂઠી પડતું ઘીનું મોણ નાંખી કણક બાંધવી. તેમાંથી નાની પૂરી વણી તૈયાર કરેલું પૂરણ ભરી, દાબી કચોરી વાળવી, ઉપર થોડું ઘી લગાડવું.
એક બાઉલમાં ઘી લગાડી, તેમાં કચોરી ગોઠવી, પ્રિહીટેડ ઓવનમાં 350 ઉ.ઉષ્ણતામાને બેક કરવી. બદામી થાય એટલે કાઢી લેવી.
એક બાઉલમાં કચોરી મૂકી, તેને રવૈયાની જેમ કાપી ઉપર 1 ચમચીદહીં, 1 ચમચી લીલી ચટણી નાંખી ઉપર ચણાની સેવ ભભરાવી કચોરી પીરસવી.