સ્પાઈસી બીન્સ ઢોકળી
 • 297 Views

સ્પાઈસી બીન્સ ઢોકળી

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ વટાણા
 • 100 ગ્રામ ગમ
 • 100 ગ્રામ મઠ
 • 100 ગ્રામ ચોળા
 • નંગ-2 ડુંગળી, 1/2 કપ ટોમેટો સુપ
 • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટીસ્પૂન મરચાંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન અાદુંની પેસ્ટ
 • સણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, તેલ – પ્રમાણસર
 • ઢોકળી માટે
 • 250 ગ્રામ ઘઉંનો લોટ
 • 50 ગ્રામ ચણાનો લોટ
 • મીઠું, મરચું, હળદર, તેલ
 • મસાલો – 100 ગ્રામ સૂકું કોપરું, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો, 1 ટેબલસ્પૂન ખસખસ, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 2 લીલા મરચાં, 1/2 ઝૂડી લીલા ધાણા, મીઠું, સૂકા કોપરાનું છીણ શેકી લેવી. ઠંડુ પડે એટલે હાથથી મસળી ઝીણો ભૂકો કરવો. તેમાં તલ, સીંગદાણાનો ભૂકો, ખસખસ, ગરમ મસાલો, લીલા મરચાંના કટકા, લીલા ધાણા અને મીઠું નાંખી, હલાવી મસાલો તૈયાર કરવો.

Method - રીત

વટાણા, મગ, મઠ અને ચોળાને રાત્રે પાણમાં પલાળી, સવારે બાફી, કોરા કરવા. એક તપેલીમાં તેલ મૂકી તેમાં ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે લસણની પેસ્ટ, અાદુંની પેસ્ટ અને લીલાં મરચાંની પેસ્ટ નાંખી, સાંતળી, તેમાં બાફેલાં કઠોળ, ખાંડ અને મીઠું નાંખી, બરાબર મિક્સ થાય એટલે ઉતારી નાળિયેરનું ખમણ, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા.

ઘઉંનો અને ચણાનો લોટ ભેગો કરી, તેમાં મીઠું, મરચું, હળદર અને તેલનું મૂઠી પડતું મોણ નાંખી, પૂરી જેવી કણક બાંધવી. કણકમાંથી નાનો લૂઓ લઈ તેનો વાડકી અાકાર કરી, તૈયાર કરેલો મસાલો ભરી, ઢોકળી જેમ દાબવી.

એક તપેલીમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, 2 કપ પાણી વઘારવું. ઉકળે એટલે તેમાં ઢોકળી મૂકવી. બફાઈને ફૂલી જાય એટલે તેમાં બાફેલાં કઠોળ, ટામેટો સૂપ અને થોડુંક મીઠું નાંખવું. ઉકળે અને જાડું રસાદાર થાય એટલે ઉતારી, લીલા ધાણા અને કોપરાના ખમણથી સજાવટ કરવી.