સ્પાઈસી કોકોનટ પેસ્ટ્રી
 • 517 Views

સ્પાઈસી કોકોનટ પેસ્ટ્રી

Ingredients - સામગ્રી

 • વાટવાનો મસાલો -
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 50 ગ્રામ લીલા ધાણા
 • 5 લીલાં મરચાં, કટકો અાદું
 • 2 ટેબલસ્પૂન ચણાના દાળિયા
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 7 લવિંગ, 4 એલચી
 • 1 મોટો કટકો તજ, 5 કળી લસણ
 • બધું વાટી ચટણી તૈયાર કરવી.
 • પેસ્ટ્રી માટે –
 • 250 ગ્રામ મેંદો
 • 125 ગ્રામ માખણ
 • મીઠું, ઠંડું પાણી
 • ઉપરથી નાંખવા માટે –
 • 50 ગ્રામ સૂકા કોપરાનું ખમણ
 • 1 કેપ્સીકમ

Method - રીત

મેંદામાં મીઠું નાંખી ચાળવો. તેમાં માખણ નાંખી, બરફના ઠંડા પાણીથી કણક બાંધવી. કણકને મસળવી નહીં, પછી તેમાંથી રોટલો વણવો અને ગ્રીઝ કરેલી પાઈ ડિશમાં ગોઠવવો. કાંટાથી બધી બાજુ કાણાં પાડવાં. તેને ઓવનમાં બેક કરવો. અાવી રીતે પેસ્ટ્રી શેલ તૈયાર કરી ઠંડા પાડવા. પછી પેસ્ટ્રી ઉપર ચટણીનો જાડો થર કરવો. તેના ઉપર કેપ્સીકમની રિંગ મૂકી, ઉપર સૂકા કોપરાનું ખમણ ભભરાવવું. પછી ગરમ ઓવનમાં થોડી વાર બેક કરવું. પેસ્ટ્રી ઠંડી પડે એટલે ત્રિકોણ અાકારના કટકા કરી, ચટણી અથવા ટોમેટો સોસ સાથે પીરસવી.