સ્પાઈસી ફ્રેન્કી
 • 414 Views

સ્પાઈસી ફ્રેન્કી

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ શિંગોડાનો લોટ
 • 100 ગ્રામ મોરિયાનો લોટ
 • મીઠું, મરચું, તેલ, પ્રમાણસર
 • ફિલિંગ માટે -    100 ગ્રામ બટાકા
 • 100 ગ્રામ શક્કરિયાં
 • 50 ગ્રામ પનીર
 • 2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
 • 2 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • તેલ, મીઠું, મરચું, ખાંડ, લીંબુનો રસ, લીલા ધાણા
 • લાલ ચટણી -    50 ગ્રામ શિંગદાણા, 25 ગ્રામ કાજુ, નંગ-4 કાશ્મીરી સૂકાં લાલ મરચાં (પાણી પલાળી) મીઠું અને થોડોક ગોળ નાંખી રસાદાર ચટણી બનાવવી.
 • ફ્રુટ્સ અને દહીંનું રાયતું – 500 ગ્રામ દહીંમાંથી પાણી કાઢી મસ્કો તયાર કરવો. તેમાં મીઠું, ખાંડ, જીરુંનો ભૂકો, ચીકુના કટકા, પાઈનેપલના કટકા, દ્રાક્ષ, દાડમના લાલ દાણા અને 2 ટેબલસ્પૂન ક્રીમ નાંખી, હલાવી રાયતું તૈયાર કરવું.

Method - રીત

બટાકા, શક્કરિયાંને બાફી નાના કટકા કરી, થોડા તેલમાં સાંતળી લેવા. પછી તેમાં ખમણેલું પનીર,કાજુનો ભૂકો નાળિયેરનું ખમણ, અાદું-મરચાંની પેસ્ટ, લીલા ધાણા, મીઠું, થોડી દળેલી ખાંડ અને લીંબુનો રસ નાંખી ફિલિંગ તૈયાર કરવું.

શિંગોડાનો – મોરિયાનો લોટ ભેગો કરી, ચાળી, મીઠું અને મરચું નાંખી ખીરું બનાવવું. નોનસ્ટીક તવા ઉપર તેલ મૂકી, ખીરામાંથી પૂડો પાથરવો. એક બાજુ થાય એટલે બીજી બાજુ ફેરવી તેલ મૂકી તળી લેવો. તૈયાર પૂડા ઉપર લાલ ચટણી લગાડી, ફિલિંગ પાથરી પૂડાનો રોલ વાળવો. ઉપર ફ્રુટ્સ વાળું દહીં પાથરી ફ્રેન્કી સર્વ કરવી.