લીલાં વટાણાને બાફી, તેમાં લીલાં મરચાં, અાદું અને લીલા ધાણા નાંખી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવવી. પૌંઅાને ધોઈ ચાળણીમાં કોરા કરી રાખવા.
ઘઉંનો લોટ, પૌંઅા, વટાણાની પેસ્ટ, મીઠું, ખાંડ અને તેલનું મોણ નાંખી કણક બાંધવી. તેમાંથી પરોઠા વણી, તવા ઉપર તેલમાં બદામી તળી લેવા. સાથે ચીકુંનું રાયતું અથવા દહીંની ચટણી પીરસવી.