સ્પાઈસી પોટેટો બાસ્કેટ
  • 314 Views

સ્પાઈસી પોટેટો બાસ્કેટ

Ingredients - સામગ્રી

  • બાસ્કેટ માટે –
  • 500 ગ્રામ બટાકા
  • મીઠુ, સૂકા મરચાંની ભૂકી, તેલ
  • ફિલિંગ માટે –
  • 250 ગ્રામ લીલા વટાણા
  • 1 ડુંગળી, 1 કેપ્સીકમ, 1 લીંબુ
  • 3 ટેબલસ્પૂન નાળિયેરનું ખમણ
  • 1 ટીસ્પૂન તલ, 1/2 ઝૂડી લીલાધાણા
  • 1 ટીસ્પૂન ગરમ મસાલો
  • 1 ટીસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • મીઠું, ખાંડ, તેલ, તજ, લવિંગ

Method - રીત

બટાકાને છોલી, ધોઈ, છણ કરવું. તેમાં મીઠુંને થોડી મરચાંની ભૂકી નાંખવી. છીણને ખૂબ દબાવી પાણી કાઢી નાંખવું. બટાકાના છીણને 3-4 વખત થોડી થોડીવાર દબાવી બધું પાણી કાઢી નાંખી, છીણ કોરું કરવું. પછી તારની મોટી ગરણી અથવા નાની ચારણીમાં ટોપલી જેવો અાકાર અાપી દબાવીને છીણ ચોંટાડી દેવું. પછી ચાળણીને ગરમ તેલમાં બોળી, બાસ્કેટ બદામી રંગની થાય ત્યાં સુધી તળવી. ચમચાથી ગરમ તેલને અંદર નાંખવું. જેથી ચાળણી અંદર-બહાર બરાબર તળાય. ચાળણી ઠંડી પડે એટલે બાસ્કેટ ચાળણીમાંથી કાઢી લેવી.

લીલા વટાણાને મિક્સરમાં વાટી, ભૂકો તૈયાર કરવો. એક વાસણમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. તેમાં અાદું-મરચાંની અને લસણની પેસ્ટ નાંખી પછી વટાણાનો ભૂકો, કેપ્સીકમની કતરી અને મીઠું નાંખી, ધીમા તાપ ઉપર ઢાંકણ ઢાંકી મૂકવું. બરાબર બફાય એટલે ખાંડ, તલ અને ગરમ મસાલો નાંખી, ઉતારી, નાળિયેરનું ખમણ, લીલાધાણા અને લીંબુનો રસ નાંખી મસાલો તૈયાર કરવો.

બટાકાની બાસ્કેટમાં વટાણાનો મસાલો ભરી ઉપર 1 ચમચી દહીંનો મસ્કો (ખાંડ-મીઠું-નાંખીને) અને 1 ચમચી ખજૂર-અાંબલીની ચટણી નાંખી બાસ્કેટ પીરસવી.