એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, ચણાનો લોટ નાંખવો. સાધારણ બદામી થાય એટલે નાળિયેરનું ખમણ, સિંગદાણાનો ભૂકોમ, તલ, ગરમ મસાલો, અામચૂર પાઉડર, દળેલી ખાંડ, મીઠું, મરચું, હળદર નાંખી બરાબર મિક્સ કરી ઉતારી લેવું.
મેંદામાં મીઠું અને તેલનું મોણ નાંખી કણક બાંધવી. 1 કલાક રહેવા દેવી પછી કેળવી, સુંવાળી બનાવી, તેમાંથી પૂરી વણવી. તેના ઉપર માખણ અથવા તેલ લગાડી, ચણાનો મસાલો ભભરાવવો. પૂરી બેવડી વાળી પછી ત્રિકોણ વાળવી થોડી વણી તેલમાં તળી લેવી. અા પૂરી ત્રિકોણ અાકારની થશે.