સ્પાઈસી સેવ કટોરી
  • 288 Views

સ્પાઈસી સેવ કટોરી

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ચણાનો લોટ
  • 250 ગ્રામ ફણગાવેલા મગ
  • 25 ગ્રામ કોપરાનું ઝીણું ખમણ
  • 3 લીલાં મરચાં, કટકો અાદું, 1 લીંબુ
  • 1/ ઝૂડી લીલા ધાણા, 7 કળી લસણ
  • મીઠું, મરચું, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

ફણગાવેલા મગને વરાળથી બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી, તજ, લવિંગનો વઘાર કરી, મગ વઘારવા. તેમાં મીઠું, ખાંડ, વાટેલાં અાદું-મરચાં અને વાટેલું લસણ નાંખી ઉતારી, લીંબુનો રસ, લીલા ધાણા અને કોપરાનું ખમણ નાંખી હલાવી મસાલો તૈયાર કરવો. ચણાના લોટમાં મીઠું, મરચું, ખાંડ, થોડો લીંબુનો રસ અને તેલનું મોણ નાંખી, લોટ બાંધવો. બાંધેલા લોટ ઉપર તેલ લગાડવું જેથી સેવ ચોંટી જાય નહીં. સેવના સંચામાં જાડી સેવની જાળી મૂકી, લોટ ભરવો. એક મોટી પેણીમાં વધારે તેલ મૂકી, ગરમ થાય એટલે એક જાળીવાળી મોટી ગરણી લઈ તેમાં સેવ પાડવી. મોટા ચમચાથી દબાવી વચ્ચે ખાડો કરી, ગરમી હાથથી પકડી તેલમાં મૂકવી. તાપ ધીમો રાખવો. સેવ કડક થાય એટલે ગરણી કાઢી લઈ, ઠંડી પડે એટલે ચપ્પુથી જાળીવાળી કટોરી કાઢી લેવી. બધી કટોરી તૈયાર થાય એટલે મગનો મસાલો ભરી 1 ચમચી દહીંનો મસ્કો (મીઠું, ખાંડ નાંખેલો) અને 1 ચમચી લીલી ચટણી નાંખી કટોરી પીરસવી.