પાલકની ભાજી અને મગની દાળ
  • 852 Views

પાલકની ભાજી અને મગની દાળ

Ingredients - સામગ્રી

  • 100 ગ્રામ મગની દાળ,
  • 2 કાચી કેરી
  • 500 ગ્રામ પાલની ભાજી
  • 1 ટીસ્પૂન ધાણાજીરું
  • મીઠું, હળદર, મરચું, તેલ, રાઈ, હિંગ,
  • આખાં મરચાં, ગોળ

Method - રીત

મગની દાળને પાંચ-છ કલાક પાણીમાં પલાળી રાખવી. પાલકની ભાજીને ઝીણી સમારી, ધોઈ, નિતારી, એક તપેલીમાં તેલ મૂકી, રાઈ, હિંગ અને સૂકા મરચાંના કટકાનો વઘાર કરી, વઘારવી. તેમાં મગની દાળ, મીઠું, હળદર નાંખવા. શાક બફાય એટલે ધાણાજીરું, થોડો ગોળ અને કાચી કેરીને છોલી તેના ઝીણા કટકા કરી નાંખવા. તેલ ઓછું લાગે તો ફરીથી વઘાર કરવો. કાચી કેરીની સીઝન ન હોય તો આબલીનું જાડું પાણી નાંખવું.