પાલક-પનીર કોફ્તા કરી
 • 313 Views

પાલક-પનીર કોફ્તા કરી

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ પાલકના પાન
 • નંગ-2 બટાકા, 2 લીલાં મરચાં
 • 2 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • મીઠું, તેલ
 • ફિલિંગ માટે –
 • 150 ગ્રામ પનીર
 • 50 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 10 ગ્રામ કાજુ, 122 લીંબુ
 • 2 લીલાં મરચાં, કટકો અાદું
 • મીઠું, ખાંડ – પ્રમાણસર
 • ગ્રેવી માટે –
 • 2 કપ ટોમેટો પ્યુરે અથવા ટામેટાનો જાડો રસ
 • 1/2 કપ ક્રીમ
 • 1 ટેબલસ્પન માખણ
 • 8 કળી લસણ, મોટો કટકો અાદું
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન મરચું
 • મીઠું - પ્રમાણસર

Method - રીત

પનીરને ખમણી તેમાં નાળિયેરનું ખમણ, કાજુનો ભૂકો, વાટેલાં અાદું-મરચાં, મીઠું, થોડી ખાંડ અને લીંબુનો રસ નાંખી ગોળા વાળવા.

પાલકના પાનને સાધારણ બાફી તેના કટકા કરવા. બટાકાને બાફી, છોલી માવો કરવો. બન્ને ભેગાં કરી, તેમાં મીઠું, વાટેલાં મરચાં અને કોર્નફ્લોર નાખી, મસળી તેના ગોળા બનાવી, તેમાં પનીરના ગોળા મૂકી, બરાબર બંધ કરવા પછી તેલમાં તળી લેવા.

એક વાસણમાં માખણ મૂકી, ગરમ થાય એટલે વાટેલું લસણ અને વાટેલું અાદું નાંખી સાંતળવું. પછી તેમાં ટોમેટો પ્યુરી નાંખી ઉકળવા દેવું. તેમાં થોડું પાણી, મીઠું, મરચું અને ગરમ મસાલો નાંખવો. બરાબર જાડું થાય એટલે તેમાં ક્રીમ નાંખી, હલાવી ઉતારી લેવું.

એક ડિશમાં ગરમ, ગ્રેવી મૂકી, તેમાં પાલકના ગોળા કાપીને પનીરનો ભાગ ઉપર રહે તેમ મૂકવા.

નોંધ – ટોમેટો પ્યુરેના ડબ્બા તૈયાર મળે છે. તેને બદલે ટામેટાને મિક્સરમાં વાટી, જાડો રસો વાપરી શકાય.