પાલકનાં પાન, લેટ્સનાં પાન અને કોબીજને બારીક સમારી, બરફના ઠંડા પાણીમાં રાખવાં, જેથી કડક રહે. પછી પાણીમાંથી નિતારી, તેમાં ગાજરને છોલી, તેનું છીણ, મીઠું, મરીનો પાઉડર, ખાંડ અને ગારલિક ફ્રેન્ચ ડ્રેસિંગ નાંખી, હલાવવું. એક સલાડ ડિશમાં ભરી, ઉપર બ્રેડની સ્લાઈસના ઘીમાં તળેલા કટકા, કેપ્સીકમ અને લીલી ડુંગળીની રિંગ ગોઠવવી. અાજુબાજુ ટામેટાંના પૈતાં મૂકી સજાવટ કરવી. ફ્રિજમાં મૂકી ઠંડુ કરવું.