સ્પિનેચ સૂપ
  • 664 Views

સ્પિનેચ સૂપ

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ પાલકની ભાજી
  • 2 બટાકા
  • 2 ડુંગળી
  • 1/2 કપ વ્હાઈટ સોસ
  • મીઠું, મરીનો ભૂકો, ક્રીમ, બ્રેડના તળેલા કટકા

Method - રીત

પાલકની ભાજીને ઝીણી સમારી, બરાબર ધોઈ, નિતારી લેવી. બટાકા અને ડુંગળીને છોલી, કટકા કરવા. એક વાસણમાં 4 કપ પાણી મૂકી, ઉકળે એટલે પાલકની ભાજી, બટાકાના કટકા અને ડુંગળીના કટકા નાંખવા. બફાય એટલે ઉતારી ઠંડુ થાય એટલે લિક્વિડાઈઝ કરી કિચન માસ્ટરમાં ગાળી લેવું. ફરી ગરમ મૂકી, ઉકળે એટલે વ્હાઈટ સોસ, મીઠું અને મરીનો ભૂકો નાંખી, બરાબર હલાવી ઉતારી લેવો. 1 ચમચી ક્રીમ અને બ્રેડના તળેલા કટકા નાંખી ગરમ સૂપ આપવો.