સ્પ્રિંગ સલાડ સૂફલે
 • 300 Views

સ્પ્રિંગ સલાડ સૂફલે

Ingredients - સામગ્રી

 • 2 પેકેટ જેલી-લેમન ફ્લેવરવાળી
 • 1/2 કપ મેયોનીઝ
 • 1 ટેબલસ્પૂન ખાંડ
 • 1 ટેબલસ્પૂન વિનેગર
 • 2 મોટાં ટામેટાં
 • 1/2 કપ કાકડીનું કચુંબર
 • 1/2 કપ સલાડની ભાજી (સમારેલી)
 • 1 ટીસ્પૂન મરીનો પાઉડર
 • 2 લીલી ડુંગળી, 1 કેપ્સીકમ, ગાજર
 • મીઠું, અખરોટના કટકા, લીંબુનો રસ

Method - રીત

1 કપ ગરમ પાણીમાં જેલી નાંખી, બરાબર હલાવવું. બરાબર ઓગળી જાય એટલે તેમાં 1/2 કપ ઠંડું પાણી નાંખવું પછી ખાંડ, લીંબુનો રસ, વિનેગર અને મીઠું નાંખી, એક બાઉલમાં અડધું મિશ્રણ રેડી, રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવું. સેટ થઈ જાય એટલે બીટ કરી, ટામેટાંની સ્લાઈસ અને કાકડીનું કચુંબર નાંખી, બાકી રહેલું અડધું જેલીનું મિશ્રણ નાંખી, ફ્રિજમાં સેટ થવા મૂકવું. સેટ થઈ જાય પછી ડિશમાં અનમોલ્ડ કરવું. સલાડની ભાજીમાં મીઠું અને મરીનો પાઉડર નાંખી મોલ્ડની અાજુબાજુ પાથરવી. લીલી ડુંગળીની રિંગ, કેપ્સીકમની રિંગ અને અખરોટના કટકાથી સજાવટ કરી, મેયોનીઝ સાથે આપવું.