ફણગાવેલા ચણઆની સેવ ખમણી
 • 734 Views

ફણગાવેલા ચણઆની સેવ ખમણી

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ સૂકા ચણા
 • નો લોટ, 25 ગ્રામ ઘઉંનો લોટ
 • 2 લીલાં મરચાં, 2 કટકા અાદું.
 • 1 ટીસ્પૂન ખસખસ, 1 ટીસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 100 ગ્રામ દહીં (ખાડું)
 • 7 કળી લસણ, 1 ડુંગળી, 5 કાજુ, 10 લાલ દ્રાક્ષ
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા
 • 100 ગ્રામ ચણઆની ઝીણી સેવ
 • મીઠું, હળદર, ખાંડ, તેલ
 • લસણની લીલી ચટણી

Method - રીત

ચણાને રાત્રે પાણીમાં પલાળી, બીજે દિવસે કપડામાં બાંધવા, ઉપર વજન મૂકવું. 24 કલાકે તેમાં ફણગા ફૂટશે. પછી ચણાને ઝીણા વાટી, તેમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, મીઠું, હળદર, ખાંડ, વાટેલા અાદું-મરચાં, ખસખસ, તલ, ગરમ મસાલો, તેલનું મોણ અને દહીં નાંખી, મસળી કણક બાંધવી. તેના લાંબા વીંટા વાળી, ઢોકળાં જેમ વરાળથી બાફી લેવા. ઠંડા પડે એટલે મસળી, ચાળી, એકસરખો ભૂકો કરવો.

એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ડુંગળીનું કચુંબર નાંખવું. બદામી થાય એટલે તૈયાર કરેલો ચણાનો ભૂકો, દ્રાક્ષ અને કાજુના કટકા નાંખી, ઉતારી લેવું. તેમાં વાટેલું લસણ નાંખી, હલાવી, ડીશમાં ભરી, ઉપર કોપરાનું ખમણ, લીલા ધાણાને બારીક સમારી, દોઈ કોરા કરી નાંખવા, પીરસતી વખતે ચણાની સેવ ભભરાવી, 1 ચમચી લસણની લીલી ચટણી નાંખવી.