સ્પ્રાઉટેડ દહીંવડાં
 • 430 Views

સ્પ્રાઉટેડ દહીંવડાં

ngredients - સામગ્રી

 • 250 ગ્રામ ફણગાવેલા સફેદ ચોળા
 • 100 ગ્રામ ફણગા ફોડેલા મગ
 • 200 ગ્રામ બટાકા,
 • 4 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 7 કળી લસણ (અૈચ્છિક)
 • 1 ટેબલસ્પૂન સિંગદાણાનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો
 • 1 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • 4 બ્રેડની સ્લાઈસ
 • 1 કિલ દહિં (બનાવવાની રીત નીચે અાપી છે.)
 • મીઠું, મરચું, તેલ, હિંગ, ખજૂર
 • અાંબલીની ચટણી, જીરુંનો ભૂકો

Method - રીત

ચોળા અને મગને વરાળથી બાફી, અધકચરા મસળી લેવા. બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. એક તપેલીમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી ત્રણે વસ્તુ વઘારવી. તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલા અાદું-મરચાં, તલ, સિંગદાણાનો ભૂકો, અને અામચૂર પાઉડર નાખી હલાવી, ઉતારી લેવું. પછી વાટેલું લસણ અને લીલા ધાણા નાંખવા. બ્રેડની સ્લાઈસને પાણીમાં બોળી, દબાવી, પાણી કાઢી, મસળીને અંદર નાખવી. બધુ બરાબર મિક્સ કરી તેના વડા બનાવી તેલમાં તળી લેવા. એક ડિશમાં બે વડા મૂકી, તેના ઉપર તૈયાર કરેલું દહીં નાંખવું ઉપર ખજૂર-અાંબલીની ચટણી રેડી, થોડી મરચાંની ભૂકી છાંટવી.

દહીં બનાવવાની રીત – 1 લિટર દૂધને ઊકળવા મૂકવું. થોડાં ઠંડા દૂધમાં 2 ટી સ્પૂન કોર્નફ્લોર મિક્સ કરી નાખવો. સાધારણ જાડું થાય એટલે તેમાં ખાંડ નાંખવી. થોડીવાર પછી ઉતારી લેવું. એક કાચના બાઉલમાં 1 ટેબલસ્પૂન દહીંને એકરસ કરવું. નીચે અને અાજુબાજુ દહીં લગાડવું. સાધારણ ગરમ દૂધ નાખી બરોબર હલાવવું. ઢાંકીને ગરમ જગ્યામાં મૂકવું. જામી જાય એટલે થોડી વાર ફ્રિજમાં મૂકવું. પછી મીઠું અને શેકેલા જીરુનો ભૂકો નાખી, દહીંવડાં ઉપર પાથરવું.