અંકુરિત ઢોકળાં
 • 289 Views

અંકુરિત ઢોકળાં

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ ફણગાવેલા મગ
 • 100 ગ્રામ ફણગાવેલા મઠ
 • 100 ગ્રામ ફણગાવેલા ચોળા
 • 100 ગ્રામ ફણગાવેલા વટાણા
 • 100 ગ્રામ ઢોકળાનો લોટ
 • 4 ટેબલસ્પૂન લોટ
 • 4 ટેબલસ્પૂન દહીં
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • તેલ, મીઠું, મરચું, ખાંડ, રાઈ, હિંગ
 • સજાવટ માટે –
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ (શેકેલા)
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 1 ઝૂડી લીલા ધાણા

Method - રીત

ફણગાવેલાં કઠોળને મિક્સરમાં અધકચરાં વાટી લેવા. તેમાં ઢોકળાનો લોટ, મીઠું, સોડા, દહીં, ખાંડ તેલનું મોણ નાંખી નવશેકા પાણીથી ખીરું બાંધવું. થોડીવાર ફીણી (હાથથી ઉંચુ-નીચું કરી) ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ 7-8 કલાક અાથી રાખવું. ઋતુ પ્રમાણે ફેરફાર કરવો. અાથો અાવે
એટલે વાટેલાં અાદું-મરચાં અને એખ વાડકીમાં થોડું કેલ ગરમ કરી, તેમાં ચપટી સોડા નાંખી ખીરામાં નાંખી હલાવવું. થાળીમાં તેલ લગાડી તેમાં ખીરું નાંખી, થોડી મરચાંની ભૂકી છાંટી, ઢોકળાના સંચામાં વરાળથી ઢોકળા બાફી લેવાં. બધા ઢોકળાં થી જાય એટલે કટકા કરી, તેલમાં રાઈ-હિંગનો વઘાર કરી, ઢોકળા ઉપર રેડવો. તરત જ હાથથી થોડા પાણીના છાંટા નાંખવા. અાથી ઢોકળાં ફૂલી જાય છે. કોપરાનું ખમણ, તલ, ખસખસ અને લીલા ધાણાથી સજાવટ કરવી.