મગનાં વરોડાંને વરાળથી બાફવા. લીંબુના રસમાં થોડું પાણી નાંખી, તેમાં બ્રેડની સ્લાઈસ પલાળી, નરમ થાય એટલે મસળી લેવી. બટાકાને બાફી છોલી, માવો બનાવવો. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં, વાટેલું લસણ, તજ-લવિંગનો ભૂકો, ખાંડ અને લીંબુનો રસ નાંખી, મિક્સ કરી, તેમાંથી કટલેટ બનાવી, બ્રેડક્રમ્સમાં રગદોળી તવા ઉપર તેલ મૂકી તળી લેવી.