સ્પ્રાઉટેડ પલ્સીસ ચાટ
 • 404 Views

સ્પ્રાઉટેડ પલ્સીસ ચાટ

Ingredients - સામગ્રી

 • 150 ગ્રામ ફણગાવેલા મગ
 • 150 ગ્રામ ફણગાવેલા મઠ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન અાદુંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
 • 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ (અૈચ્છિક)
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • મીઠું, ખાંડ, હિંગ, તેલ – પ્રમાણસર
 • પૂરી માટે –
 • 250 ગ્રામ મેંદો, 50 ગ્રામ રવો, મીઠું, તેલ.
 • ગ્રીન સેવ માટે –
 • 150 ગ્રામ ચણાનો લોટ
 • 50 ગ્રામ પાલકની ભાજીના પાન,
 • મીઠું, તેલ
 • ટોપિંગ માટે –
 • 250 ગ્રામ દહીં (મીઠું, ખાંડ નાંખીને)
 • 100 ગ્રામ બટાકા (બાફી, છોલી કટકી)
 • 25 ગ્રામ કોપરાનું ખમણ
 • 2 ટેબલસ્પૂન ચાટ મસાલો
 • ગ્રીન સેવ, ખજૂર અાંબલીની ચટણી, લીલી ચટણી, દાડમના લાલ દાણા

Method - રીત

ફણગાવેલા મગ અને મઠને વરાળથી બાફી, કોરા કરવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, અાદું-મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ નાંખવી. પછી મગ-મઠ વઘારી, તેમાં મીઠું, ખાંડ અને તલ નાંખી, ઉતારી, લીંબુનો રસ અને લીલા ધાણા નાંખવા. પૂરી – રવો અને મેંદો ચાળી, તેમાં થોડુંક મીઠું નાંખી કઠણ કણક બાંધવી. એક મલમલનો કટકો ભીનો કરી, તેના ઉપર ડાંકી, 1 કલાક કણક ઢાંકીને રાખવી. પછી સારી કેળવી, તેમાંથી પાતળો રોટલો વણી ધારવાળી નાની વાડકીથી કાપી પૂરીઓ તેલમાં તળી લેવી.

ગ્રીન સેવ – ચણાના લોટમાં થોડું મીઠું અને તેલનું મોણ નાંખી, પાલકના પાનને સાધારણ બાફી, મિક્સરમાં ક્રશ કરી, પલ્પ બનાવી, તેનાથી લોટ બાંધવો. સેવના સંચાથી તેલમાં સેવ પાડી તળી લેવી.

ચાટની સજાવટ – એક બાઉલમાં ચાર પૂરી મૂકી, તેમાં કાણું પાડી, મગ-મઠના વરોડાં ભરવાં. તેના ઉપર બટાકાની કટકી મૂકી ચાટ મસાલો છાંટવો. પછી કોપરાનું ખમણ ભભરાવી ઉપર ખજૂર-અાંબલીની ચટણી રેડવી. તેના ઉપર ગ્રીન સેવ પાથરી, ઉપર ગોળાકારામાં દહીં મૂકી, અાજુબાજુ લાલ દાડમના દાણાથી લાઈનો કરવી. દહીં ઉપર વચ્ચે લીલી ચટણીનું મોટું ટપકું કરવું.