ફણગાવેલા કઠોળનો હાંડવો
 • 514 Views

ફણગાવેલા કઠોળનો હાંડવો

Ingredients - સામગ્રી

 • 100 ગ્રામ ફણગાવેલા મગ
 • 100 ગ્રામ ફણગાવેલા મઠ
 • 50 ગ્રામ ફણગાવેલા ચોળા
 • 50 ગ્રામ ફણગાવેલા મસૂર અથવા લીલા વટાણા
 • 100 ગ્રામ ચોખા
 • 50 ગ્રામ તુવેરની દાળ
 • 50 ગ્રામ અડદની દાળ
 • 50 ગ્રામ દહીં
 • 4 લીલાં મરચાં, કટકો અાદું, મીઠું, મરચું,
 • હળદર, ખાંડ, સોડા, તેલ, રાઈ, હિંગ
 • સજાવટ માટે –
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન શેકેલા તલ
 • 1 ઝૂડી લીલા ધાણા

Method - રીત

ચોખા, તુવેરની દાળ અને અડદની દાળ ભેકી કરી, કરકરો લોટ દળાવવો. તેમાં મીઠું, સોડા, ખાંડ, દહીં અને તેલનું મોણ નાંખી, સાધારણ ગરમ પાણીથી ખીરું બાંધી, સાત-અાઠ કલાક અાથી રાખવું.

ફણગાવેલ મગ, મઠ, ચોળા અને મસૂરને વરાળથી બાફી લેવા. તૈયાર કરેલા ખીરામાં ફણગાવેલા કઠોળ, થોડું મીઠું, હળદર અને વાટેલા અાદું-મરચાં નાંખવા.

નીચેથી સપાટ એક તપેલી કે ડબ્બામાં તેલ નાંખી, ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગનો વઘાર કરી ખીરું નાંખવું. ઉપર કોપરાનું ખમણ, શેકેલા તલ અને લીલા ધાણા ભભરાવી થોડી લાલ મરચાંની ભૂકી છાંટવી. પ્રિહીટેડ ઓવનમાં હાંડવો બેક કરી લેવો. કેકપાત્રમાં પણ હાંડવો બનાવી શકાય. ઠંડો પડે એટલે કટકા કાપી, ખજૂર – અાંબલીની ચટણી સાથે ઉપયોગ કરવો.