સ્પ્રાઉટેડ પલ્સીસ પેન કેક
 • 292 Views

સ્પ્રાઉટેડ પલ્સીસ પેન કેક

Ingredients - સામગ્રી

 • પેનકેક માટે –
 • 250 ગ્રામ મેંદો
 • 1/2 ટીસ્પૂન બેકિંગ પાઉડર
 • મીઠું, દૂધ, તેલ
 • ફિલિંગ માટે –
 • 100 ગ્રામ ફણગાવેલા મગ
 • 100 ગ્રામ ફણગાવેલા મઠ
 • 100 ગ્રામ ફણગાવેલા ચોળા
 • 2 બટાકા, 1 ડુંગળી, 1 લીંબુ
 • 2 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી તલ, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો
 • મીઠું, ખાંડ, તેલ, તજ, લવિંગ
 • વાટવાનો મસાલો – 25 ગ્રામ નાળિયેરનું ખમણ, 2 ચમચી લીલાં મરચા, લીલા ધાણા થોડું લીલું લસણ અને મીઠું નાંખી વાટી પેસ્ટ બનાવવી.

Method - રીત

મગ, મઠ, ચોળાને વરાળથી બાફી લેવા, બટાકાને બાફી, છોલી માવો બનાવવો.

એક તપેલીમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી, ડુંગળીનું કચુંબર વઘારવું. પછી મગ-મઠ-ચોળા, બટાકાનો માવો, મીઠું, ખાંડ, ગરમ મસાલો, વાટેલાઅાદુ-મરચાં અને તલ નાંખી, હલાવી ઉતારી લેવું. લીંબુનો રસ અને લીલા ધાણા નાંખી પૂરણ તૈયાર કરવું.

મેંદામાં બેકિંગ પાઉડર મીઠું અને દૂધ નાંખી પૂડા જેવું પાતળું ખીરું બાંધી બે કલાક રાખી મૂકવું. નોનસ્ટીક તવો ગરમ મૂકી, તેના ઉપરતેલ લગાડી, ખીરામાંથી પાતળો પૂડો પાથરવો. બન્ને બાજુ તળીને પેનકેક ઉતારીવી. દરેક પેનકેક ઉપર પેસ્ટ લગાડી, તેના ઉપર ૂરણ મૂકી, રોલ વાળવા. ટોમેટો કેચપ સાથે પીરસવા.