અંકુરિત મગવડાં
  • 310 Views

અંકુરિત મગવડાં

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ ફણગાવેલા મગ
  • 100 ગ્રામ કણકી કોરમાનો લોટ
  • (ઢોકળા માટે)
  • 2 લીલાં મરચાં, કટકો અાદું
  • 1/4 ઝૂડી લીલા ધાણા, 7 કળી લસણ
  • 3 ટેબલસ્પૂન દહીં, 1 ટેબલસ્પૂન તલ
  • મીઠું, ખાંડ, તેલ, ચપટી સોડા

Method - રીત

ફણગાવેલા મગને અધકચરા વાટવા – એક વાસણમાં કણકી કોરમાનો લોટ લઈ તેમાં મીઠું, દહીં, તેલનું મોણ અને ચપટી સોડા નાંખી, ખીરું બાંધી, ત્રણ-ચાર કલાક અાથી રાખવું. પછી તેમાં વાટેલા મગ, વાટેલા અાદું-મરચાં-લસણ, ખાંડ, તલ અને લીલા ધાણા નાંખી કણક બાંધવી. તેલને ગરમ કરી એક ચમચો કણકમાં નાંખી હલાવી વડા થાપી તેલમાં તળી લેવા.