બાફેલા લોટની ઘારી
  • 93 Views

બાફેલા લોટની ઘારી

Ingredients - સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ ચણાનો લોટ
  • 1 ટેબલસ્પૂન તલ
  • 1 ટેબલસ્પૂન અથાણાનો રસો
  • મીઠું, હળદર, ખાંડ, તેલ, - પ્રમાણસર

Method - રીત

ઘઉંનો લોટ અને ચણાનો લોટ લઈ, તેની ઢીલી પોટલી બાંધી, કૂકરમાં લોટ ભાફવો, પાણી જરા પણ નાખવું નહિં, દસ-પંદર મિનિટ પછી કાઢી, ઠંડો પડે એટલે ચાળી એકસરખો ભૂકો કરવો. તેમાં મીઠું, હળદર થોડી ખાંડ, તલ, અથાણાનો રસો અને થોડુંક તેલનું મોણ નાંખી, ખીરું બાંધી, થોડી વાર રહેવા દેવું. પછી ભીના કપડા ઉપર તાપી વચ્ચે કાણું પાડી પેણીમાં તેલ મૂકી, ગરમ થાય એટલે ઘારી તળી લેવી.