કોપરાનું ખમણ, તલ, લીલાં મરચાંના કટકા, કાજુના કટકા, દ્રાક્ષ અને લીલા ધાણા બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાખી પૂરણ તૈયાર કરવું.
સાબુદાણાને ધોઈ ફૂલે અને પોચા થાય ત્યાં સુધી ઢાંકીને રાખી મૂકવા. મોિયાના લોટમાં પાણી નાખી, પાતળું ખીરું બનાવવું. સૂરણને છોલી, કટકા કરી, બાફી, માવો બનાવવો. બટાકા-શક્કરિયાંને બાફી, છોલી, માવો બનાવવો. ત્રણે વસ્તુ ભેગી કરી, તેમાં મીઠું અને વાટેલા અાદું-મરચાં નાખી મિક્સ કરી, તેમાંથી લૂઓ લઈ, વાડકી અાકાર બનાવી, પૂરણ ભરી, બંધ કરી, રોલ્સ વાળવા. પછી મોરયાના લોટના ખીરામાં બોળી, એક ડિશમાં સાબુદાણા પાથરી તેમાં રગદોળવા. પછી તેલમાં તળી લેવા.
નોંધ – પાર્ટી કે કોઈ મોંઘેરા પ્રસંગે અાકર્ષક બનાવા હોય તો સાબુદાણાને ધોઈ, લીલા ધાણાને વાટી તેનો પલ્પ નાખવો જેથી લીલા રંગના સાબુદાણા થશે અને થોડા બીજા સાબુદાણામાં ટામેટાનો પલ્પ નાખવો. જેથી લાલ કલરના થશે. લાલ-લીલા રોલ્સ અાકર્ષક લાગશે.