ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે કરકરી વાટવી. એક તપેલીમાં થોડું તેલ મૂકી, ચણાની દાળ ધીમે તાપે સાંતળવી. બફાય એટલે મીઠું, હળદર, લીલાં મરચાંના કટકા, ખાંડ, તલ અને વાટેલું આદું નાંખી, ઉતારી લેવું. પછી વાટેલું લસણ, કોપરાનું ખમણ, ખસખસ ડુંગળીનું ખૂબ બારીક કચુંબર, અામચૂર અને લીલા ધાણા નાંખી, મસાલો તૈયાર કરવો.
લીલાં મરચાંને ચીરી, તેમાંથી બી કાઢી, તૈયાર કરેલો મસાલો ભરવો. એક તપેલીમાં તેલ મૂક, હિંગ નાંખી, મરચાં વઘારવાં. ઢાંકણ ઢાંકી, તાપ ધીમો રાખવો. મરચાં બફાય અને પડ કડક થાય એટલે વધેલો મસાલો ઉપર ભભરાવવો. થોડી વાર હલાવી ઉતારી લેવું.