સ્ટફ્ડ દમ આલુ
 • 375 Views

સ્ટફ્ડ દમ આલુ

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ લંબગોળ બટાકા
 • 100 ગ્રામ પનીર (છીણેલું)
 • 50 ગ્રામ માવો
 • 2 ટેબલસ્પૂન કાજુ-મગજતરીનો ભૂકો
 • 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા,
 • 1 લીંબુ
 • મીઠું, મરચું, ખાંડ, તેલ
 • ગ્રેવી -
 • 1 કપ ટોમેટો પ્યુરી
 • 2 ટેબલસ્પૂન બાફેલી ડુંગળીની પેસ્ટ
 • 2 ટેબલસ્પૂન કાજુની પેસ્ટ
 • 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચાંની પેસ્ટ
 • મીઠું, મરચું, હળદર, તેલ, ઘી, બટાકાનો કાઢેલો માવો
 • પેસ્ટ -
 • 2 બ્રેડની સ્લાઈસને પાણીમાં પલાળી, તરત કાઢી લેવી. તેમાં મીઠું, ચપટી મેંદો અને મરીનો ભૂકો નાંખી, વધારે મસળી જાડી પેસ્ટ બનાવવી.
 • સજાવટ માટે –
 • ક્રીમ, લીલા ધાણા અને થોડા દાડમના દાણા

Method - રીત

બટાકાને પાણીમાં થોડું મીઠું કડક બાફવા. તેની છાલ કાઢી થોડીવાર ફ્રિજમાં મૂકવા. જેથી કડક થાય. ઉપરની બટાકાની ચકતી કાઢી, તેને કોરીને તેમાંથી માવો કાઢી લેવો.

પનીર, માવો, કાજુ-મગજતરીનો ભૂકો, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, ખાંડ, લીંબુનો રસ અને લીલા ધાણા બધું ભેગું કરી, હલાવી, ફિલિંગ તૈયાર કરી બટાકામાં ભરવું. ઉપર બ્રેડની પેસ્ટની ચકતી કરી, બટાકા ઉપર ચોંટાડી દેવી. પછી તેલમાં બટાકા તળી લેવા.

એક વાસણમાં તેલ અને થોડું ઘી મૂકી, તેમાં ડુંગળીની પેસ્ટ, કાજુની પેસ્ટ, લાલ મરચાંની પેસ્ટ, મીઠું, મરચું, હળદર, બટાકાનો કાઢેલો માવો અને ટોમેટો પ્યુરી નાંખી, ઉકાળી, બધુ મિક્સ થાય એટલે ગ્રેવી ઉતારી લેવી.

એક બાઉલમાં બટાકા મૂકી, ઉપર ગ્રેવી નાંખી, ક્રીમ, લીલા ધાણા અને થોડા દાડમના લાલ દાણા નાંખી સજાવટ કરવી.