સ્ટફડ ગ્રીન કબાબ
 • 264 Views

સ્ટફડ ગ્રીન કબાબ

Ingredients - સામગ્રી

 • સ્ટફિંગ માટે
 • 50 ગ્રામ કોપરાનું ખમણ
 • 1 નાની ઝૂડી લીલા ધાણા, 1 લીંબુ
 • 3 લીલાં મરચાં, 1 ટેબલસ્પૂન અાદુંનું છીણ
 • મીઠું, ખાંડ – પ્રમાણસર
 • કોપરાના ખમણમાં લીલા મરચાંના કટકા, અાદુનું છીણ, લીંબુનો રસ, મીઠું, ખાંડ અને લીલા ધાણાને સમારી, ધોઈ કોરા કરી નાંખી પૂરણ બનાવવું.
 • કબાબ માટે –
 • 500 ગ્રામ પાલકની ભાજી
 • 250 ગ્રામ મેથીની ભાજી
 • 100 ગ્રામ લીલા ધાણા
 • 3 ટેબલસ્પૂન કોર્નફ્લોર
 • 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર (રગદોળવા માટે)
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • મીઠું, તેલ - પ્રમાણસર

Method - રીત

પાલકની ભાજી, મેથીની ભાજી અને લીલા ધાણાને બારીક સમારી, ધોઈ, કોરા કરવા. બધું ભેગું કરી, મીઠું, ગરમ મસાલો, વાટેલા અાદું-મરચાં અને કોર્નફ્લોર નાંખી, બરાબર મિક્સ કરી, તેની ટીકિયાં બનાવવી. પછી તેને દાબી કોર્નફ્લોરમાં રગદોળી તેલમાં કબાબ તળી લેવા. ગ્રીન કબાબ સાથે રેડ ચટણી પીરસવી.