સ્ટફ્ડ ગ્રીન કચોરી
 • 249 Views

સ્ટફ્ડ ગ્રીન કચોરી

Ingredients - સામગ્રી

 • કચોરી માટે –
 • 500 ગ્રામ મેંદો
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 3 લીલાં મરચાં, કટકો અાદું
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • મીઠું, તેલ – પ્રમાણસર
 • પૂરણ માટે –
 • 50 ગ્રામ પનીર
 • 25 ગ્રામ નાળિયેરનું ખમણ
 • નંગ-2 ડુંગળી, 1 લીંબુ
 • 1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
 • 1 ટીસ્પૂન ગરમ મસાલો
 • 1/4 ટીસ્પૂન લાલ મરચાંની ભૂકી
 • મીઠું, ખાંડ - પ્રમાણસર

Method - રીત

પનીરને છીણી તેમાં નાળિયેરનું ખમણ, ડુંગળીનું બારીક કચુંબર, કાજુનો ભૂકો, મીઠું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ નાંખી, હલાવી પૂરણ તૈયાર કરવું.

લીલા વટાણાને બાફી, તેમાં લીલાં મરચાં, અાદું અને લીલા ધાણા નાખી મિક્સરમાં વાટી, પેસ્ટ બનાવવી. મેંદાના લોટમાં મીઠું, તેલનું મોણ અને વટાણાની પેસ્ટ નાખી પૂરી જેવી કણક બાંધવી, તેમાંથી પૂરી વણી, વાડકી અાકાર કરી, પૂરણ ભરવું. બરાબર બંધ કરી, ચપટી કરી તેલમાં કચોરી તળી લેવી.