સ્ટેફ્ડ ઈડલી બોલ્સ
 • 331 Views

સ્ટેફ્ડ ઈડલી બોલ્સ

Ingredients - સામગ્રી

 • ઈડલી માટે-
 • 500 ગ્રામ ચોખા (જૂના)
 • 250 ગ્રામ અડદની દાળ, મીઠું, તેલ
 • પૂરણ માટે –
 • 100 ગ્રામ ફણગાવેલા મગ
 • 100 ગ્રામ ફણગાવેલા મઠ
 • 100 ગ્રામ સૂકા વટાણા (લીલા રંગના)
 • 50 ગ્રામ મસૂર, 4 બટાકા
 • 4 લીલાં મરચાં, કટકો અાદું, 1 ઝૂડી લીલા ધાણા
 • 2 ટીસ્પન કોપરાનું ખમણ
 • 2 ટીસ્પૂન તલ
 • 1 ટીસ્પૂન ખસખસ
 • 1/2 ટીસ્પૂન ખાંડ
 • 1/2 ટીસ્પૂન અામચૂર પાઉડર
 • 1/2 ટીસ્પૂન તજનો પાઉડર
 • 1/2 ટીસ્પૂન લવિંગનો પાઉઢર
 • 1/2 ટીસ્પૂન મરીનો પાઉડર
 • મીઠું – પ્રમાણસર
 • સજાવટ માટે –
 • 5 ટેબલસ્પૂન લીલી ચટણી
 • 5 ટેબલસ્પૂન લાલ ચટણી
 • 100 ગ્રામ ચણાની ઝીણી સેવ

Method - રીત

ચોખા અને અડદની દાળને રાત્રે પાણીમાં અલગ પલાળવા સવારે નિતારી, મિક્સરમાં કરકરા વાટવા. અડદની દાળને ખૂબ બારીક વાટવી પછી બન્ને ભેગા કરી, મીઠું નાંખી સાત-અાઠ કલાક અાથી રાખવું. વટાણાને રાત્રે પાણીમાં પલાળી, સવારે બાફી, અધકચરા વાટવા. મસૂરને રાત્રે પાણીમાં પલાળી સવારે છૂટા રહે તેમ વરાળથી બાફી લેવા. ફણગાવેલા મગ અને મઠને વરાળથી બાફવા. બટાકાને બાફી, છોલી, બારીક કટકી કરવી. પછી બધું ભેગું કરી, તેમાં મીઠું, ખાંડ, અામચૂર, તલ, ખસખસ, કોપરાનું ખમણ, વાટેલા અાદું-મરચાં, તજ-લવિંગ-મરીનો પાઉડર અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખવા. બધું હલાવી, તેના ગોળા વાળી, એકાદ કલાક રેફ્રિજરેટરમાં મૂકવા જેથી કડક થાય, પછી ઈડલીના ખીરામાં બોળી ચારે બાજુ ખીરું લાગે તેમ રગદોળવા. એક ડિશમાં તેલ લગાડી બધા બોલ્સ ગોઠવી, વરાળથી બાફી લેવા. બફાઈ જાય એટલે કાઢી, ઠંડા પડે એટલે તેલમાં બદામી રંગના તળી લેવા અથવા થોડા તેલમાં હિંગ નાંખી વઘારવા. બદામી રંગ થાય એટલે કાઢી લેવા.

એક બાઉલમાં 2-3 બોલ્સ મૂકી, ઉપર 1 ચમચી લીલી ચટણી અને 1 ચમચી લાલ ચટણી નાંખી, ચણાની સેવ ભભરાવી સજાવટ કરવી.