ચણાની દાળ અને મગની દાળને રાત્રે પાણીમાં પલાળી, સવારે નિતારી, ગ્રાઈન્ડરમાં બારીક વાટી, તેમાં મીઠું, વાટેલાં અાદું-મરચાં અને કોર્નફ્લોર નાંખી, કણક તૈયાર કરવી. તેના લૂઅા લઈ, વાડકી અાકાર કરી, તેમાં સ્ટફિંગનો મસાલો ભરી મોં બંધ કરી, કોફ્તા તૈયાર કરવા, કોફ્તાને લોટનો હાથ લગાડી, પેણીમાં ઘી મૂકી, બરાબર ગરમ થાય એટલે થોડા થોડા કોફ્તા તળી લેવા.
ટામેટાંના કટકા કરી 1/2 કપ પાણી રેડી બાફવા. પછી સૂપના સંચાથી ગાળી રસ તૈયાર કરવો. અાને બદલે ટોમેટોપ્યુરે (ટામેટાના પલ્પ) તૈયાર ટિનમાં મળે છે તે વાપરી શકાય.
એક તપેલીમાં ઘી મૂકી, તજ, લવિંગ અને એલચીનો વઘર કરી, ડુંગળીનું કચુંબ વઘારવું, બદામી થાય એટલે તેમાં વાટેલો મસાલો સાંતળવો. ઘી ઉપર અાવે એટલે ટામેટાંનો રસ નાંખવો. ટામેટાનું પાણી બળે એટલે દહીં વલોવીને નાંખવું. 5 મિનિટ પછી ગ્રેવી માટે પ્રમાણસર પાણી નાંખવું. કોર્નફ્લોરને દૂધમાં મિક્સ કરી નાંખવો. તેમાં મીઠું, હળદર, ખાંડ નાંખી, ઊકળે એટલે તાપ ધીમો કરી કોફ્તા ગ્રેવીમાં મૂકવા. ધીમા તાપે 2 મિનિટ રાખી ઉતારી લેવા