ચણાનો લોટ, ચોખાનો લોટ અને રવો ભેગો કરી તેમાં મીઠું, દહીં અને સોડા નાંખી, ખીરું બનાવી, અડધો કલાક અાથી રાખવું. પછી તેમાં મેથીની ભાજી, લીલા ધાણા, અાદું-મરચાં અને ગરમ તેલનું મોણ નાંખવું.
એક વાસણમાં તેલ મૂકી હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે સમારેલું લીલું લસણ, બાફેલા બટાકાનો માવો, અાદું-મરચાં, મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાંખી, પૂરણ તૈયાર કરવું. તેમાંથી લૂઓ લઈ, દબાવી તૈયાર કરેલા ખીરામાં બોળી, તેલમાં તળી લેવાં. દહીંની ચટણી સાથે પીરસવા.