સ્ટફ્ડ પકોટી ચાટ
 • 320 Views

સ્ટફ્ડ પકોટી ચાટ

Ingredients - સામગ્રી

 • 250 ગ્રામ રવો
 • 100 ગ્રામ મેંદો, 200 ગ્રામ છોલે
 • 100 ગ્રામ ચણા, 100 ગ્રામ મગ
 • 200 ગ્રામ ચણાની ઝીણી સેવ
 • 1 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન ચાટ મસાલો
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • 200 ગ્રામ દહીં, 25 ગ્રામ લાલ દ્રાક્ષ
 • ખજૂર-અાંબલીની ચટણી, લીલી ચટણી
 • મીઠું, મરચું, ખાંડ, તેલ - પ્રમાણસર

Method - રીત

રવો ્ને મેંદો ચાળી, તેની કઠણ કણક બાંધવી. એક મલમલના કટકાને ભીનો કરી, તેના ઉપર ઢાંકી, 2-3 કલાક કણક ઢાંકીને રહેવા દેવી. પછી સારી રીતે મસળી તેમાંથી પાતળી પૂરી બનાવવી. તેને ધારવાળી નાની વાડકીથી કાપી, તેલમાં નાની પૂરીઓ તળી લેવી.

છોલે, ચણા અને મગને રાત્રે પાણીમાં પલાળી રાખવા. સવારે જુદા જુદા બાફી લેવા. એક વાસણમાં થોડું તેલ મૂકી, હિંગ નાંખી, છોલે વઘારવા. તેમાં મીઠું, મરચું નાંખી ઉતારી લેવા અાવી રીતે મગ અને ચણાને વઘારવા.

ચાટની ગોઠવણી – એક ડિશમાં પેપર મૂકી, તેમાં તળેલી પૂરી મૂકવી. તેને ફોડી તેમાં નીચે ચણા, પછી છોલે અને ઉપર થોડા મગ મૂકવા. અાવી રીતે બધી પૂરીઓ તૈયારી કરવી. તેના ઉપર કોપરાનું ખમણ અને લીલા ધાણા ભભરાવવાં. ઉપર ચાટ મસાલો ભભરાવવો. તેના ઉપર ચણાની સેવ પાથરવી. તેના ઉપર 1 ચમચી ખજૂર-અાંબલીની ચટણી, અને 1 ચમચી લીલી ચટણી રેડવી. દહીંમાં મીઠું અને ખાંડ નાંખી વલોવી ઉપર 1 ચમચી નાંખવું. વચ્ચે લાલ ચટણીનું ટપકું કરી દ્રાક્ષ મૂકવી.