સ્ટફ્ડ પરોઠા
 • 290 Views

સ્ટફ્ડ પરોઠા

Ingredients - સામગ્રી

 • 500 ગ્રામ ઘઉંનો લો
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 100 ગ્રામ ફણસી
 • 100 ગ્રામ કેપ્સીકમ
 • 100 ગ્રામ બટાકા, 1 ડુંગળી
 • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
 • 1 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ખસખસ
 • 1 ટેબલસ્પૂન અાદું-મરચાંની પેસ્ટ
 • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
 • 1/2 ઝૂડી લીલા ધાણા
 • ઘી, મીઠું, મરચું, ખાંડ, અનારદાણા, તળવા માટે તેલ, લીલી ચટણી

Method - રીત

ઘઉંના લોટમાં મીઠું અને ઘીનું મોણ નાંખ કણક બાંધી, 1 કલાક ઢાંકી રહેવા દેવી. પછી થોડું ઘી લઈ કેળવી તૈયાર કરવી.

વટાણાને વરાળથી બાફી, મસળી, અધકચરા કરવા. કેપ્સીકમની કતરી કરવી. ફણસીને સમારી, વરાળથી બાફી લેવી. બટાકાને બાફી, છોલી કટકા કરવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં હિંગ નાંખી, ડુંગળીનું કચુંબર વઘારવું. બદામી થાય એટલે અાદું-મરચાં-લસણની પેસ્ટ, બાફેલું શાક, મીઠું, મરચું, ખાંડ, તલ, ખસખસ કોપરાનું ખમણ અને વાટેલા અનારદાણા નાંખી, હલાવી, ઉતારી લીલા ધાણા સમારી, કોરા કરી નાંખી ફિલિંગ માટે તૈયાર કરવું.

ઘઉંના લોટમાંથી લૂઓ લઈ, તેની રોટલી વણવી. તેના ઉપર લીલી ચટણી લગાડી, ફિલિંગ પાથરવું. તેના ઉપર તેજ માપની રોટલી બનાવી મૂકવી, બન્ને રોટલીની કિનાર બરાબર દાબી દેવી. જરુર પડે તો કિનાર ઉપર પાણી લગાડવું. પછી તવા ઉપર તેલ અથવા ઘી મૂકી પરોઠા તળી લેવા. ટૉમેટો સોસ અથવા ચટણી સાથે સર્વ કરવા