ભરેલાં પરવળ (મદ્રાસી)
  • 674 Views

ભરેલાં પરવળ (મદ્રાસી)

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ પરવળ (મોટાં)
  • 250 ગ્રામ બટાકા
  • 2 ડુંગળી, 1 લીંબુ
  • 5 લીલાં મરચાં, 2 કટકા આદું
  • 100 ગ્રામ ચણાનો લોટ
  • 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ
  • મીઠું, હળદર, તેલ, રાઈ, મરચું,
  • મીઠાં લીમડાના પાન

Method - રીત

પરવળને ધોઈ આખા અથવા બે કટકા કરી, અધકચરા (કડક) બાફવા. પછી તેનાં બી કાઢી, મીઠું ભેળવી અલગ રાખી મૂકવાં.

બટાકાને બાફી, છોલી, છૂંદો કરવો. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં રાઈ ને મીઠા લીમડાના પાન નાંખી, ડુંગળીને સમારીને નાખવી. બદામી રંગ થાય એટલે તેમાં બટાકાનો છૂંદો મરચાંના બારીક કટકા, વાટેલું અાદું, મીઠું અને મરચું નાંખી, હલાવી, ઉતારી, લીંબુનો રસ નાંખવો. પરવળમાં બટાકાનું મિશ્રણ ભરવું. ચણાના લોટમાં મીઠું અને થોડીક હળદર નાંખી, પાતળું ખીરું બાંધવું. તેમાં પરવળ બોળી, તેલમાં તળી લેવા.