સ્ટફ્ડ પોટેટો કટલેસ
  • 298 Views

સ્ટફ્ડ પોટેટો કટલેસ

Ingredients - સામગ્રી

  • 1 કિલો બટાકા
  • લીલાં મરચાં, 2 કટકા અાદું
  • 100 ગ્રામ અારારુટ
  • 250 ગ્રામ સૂકું કોપરું
  • 25 ગ્રામ તલ, 50 ગ્રામ ખસખસ
  • 7 કળી    લસણ
  • 1 ટેબલસ્પૂન દક્ષિણી ગરમ મસાલો
  • 1 લીંબુ, 1 ઝૂડી લીલા ધાણા
  • મીઠું, મરચું, ખાંડ, તેલ – પ્રમાણસર

Method - રીત

બટાકાને બાફી, બે કલાક રહેવા દેવા, જેથી કોરા પડી જાય. પછી તેને છોલી, વાટીને માવો બનાવવો. તેમાં મીઠું, 4 વાટેલાં મરચાં, વાટેલું અાદું, અારારુટ (અટામણ માટે થોડો બાજુએ રાખીને) અને અડધા લીંબુનો રસ નાંખી, મસળી કણક તૈયાર કરવી.

સૂકા કોપરાને છીણી, થોડા તેલમાં સાંતળી લેવું. ઠંડુ પડે એટલે હાથથી મસળી, ઝીણું કરવું. મરચાંના બારીક કટકા કરી, થોડા તેલમાં શેકી લેવા. કડક કરવા નહિ. તલ અને બે ચમચી ખસખસને સાધારણ શેકવાં. લસણની બારી કટકી કરવી. પછીથી બધું ભેગું કરી, અંદર મીઠું ગરમ મસાલો, અડધા લીંબુનો રસ, થોડી ખાંડ અને લીલા ધાણાને સમારી, ધોઈ, કોરા કરી નાંખી મસાલો તૈયાર કરવો.

બટાકાની કણકમાંથી લૂઅા પાડી, અારારુટનું અટામણ લઈ, પૂરી કરવી. તેમાં તૈયાર કરેલો મસાલો ભરી, પૂરીને ડબલ વાળી દેવી. અાજુબાજુની કિનાર કાપી, તેને ત્રિકોણ અાકાર કાપવો. ચપ્પુથી અાજુબાજુ દાબી દેવી અથવા લંબગોળ અાકાર પણ બનાવી શકાય. પછી ખસખસમાં રગદોળી તવા ઉપર તેલ મૂકી તળવી. પછી વેજિટેબલ કટલેસ પ્રમાણે સજાવટ કરવી.