સ્ટફ્ડ પૂડા
  • 303 Views

સ્ટફ્ડ પૂડા

Method - રીત

લીલો મસાલો – 50 ગ્રામ કોપરાનું ખમણ, 100 ગ્રામ લીલા ધાણા, 5 લીલાં મરચાંના કટકા, 1 ચમચો તલ, 1 ચમચો ખસખસ, 2 ડુંગળી (સમારી, તેલમાં સાંતળી) 2 બટાકા બાફી, છોલી, બારીક કટકી, મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાંખી મસાલો તૈયાર કરવો.

300 ગ્રામ ઘઉંના લોટમાં મીઠું, મરચું, હળદર, ચપટી હિંગ, અને થોડું દહીં નાખી, ખીરુ બનાવી, છ-સાત કલાક અાથી રાખવું. પછી નોનસ્ટિક તવા ઉપર અથવા સપાટ તવાને તેલ લગાડી, ખીરામાંથી પાતળો પૂડો પાથરવો. તાપ ધીમો રાખવો. એક બાજુ બદામી થાય એટલે બીજી બાજુ ઉથલાવવો. પછી તેના ઉપર તૈયાર કરેલો મસાલો ભભરાવવો. પૂડાની અાજુબાજુ તેલ મૂકી, તળાય એટલે પૂડાને ઉતારી લેવો. સાથે સામ્ભાર અને નાળિયેરની ચટણી બનાવવી