સ્ટફ્ડ સાટોરી (મહારાષ્ટ્રીયન વાનગી)
  • 118 Views

સ્ટફ્ડ સાટોરી (મહારાષ્ટ્રીયન વાનગી)

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. તેમાં ઝીણો સમારેલો ગોળ અને 2 ચમચા દૂધ ભેળવી, બાર કલાક ઢાંકીને રહેવા દેવો. પછી નાળિયેરનું ખમણ અને એલચી જાયફળનો ભૂકો નાંખી મસળી પૂરણ તૈયાર કરવું.

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ રવો
  • 250 ગ્રામ ગોળ
  • 25 ગ્રામ નાળિયેનું ખમણ
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 122 ટીસ્પૂન જાયફળનો પાઉડર
  • 500 ગ્રામ ઘઉંનો લોટ
  • ઘી, દૂધ

Method - રીત

રવાને ઘીમાં બદામી રંગનો શેકવો. તેમાં ઝીણો સમારેલો ગોળ અને 2 ચમચા દૂધ ભેળવી, બાર કલાક ઢાંકીને રહેવા દેવો. પછી નાળિયેરનું ખમણ અને એલચી જાયફળનો ભૂકો નાંખી મસળી પૂરણ તૈયાર કરવું.

ઘઉંના લોટમાં ગરમ ઘીનું મોણ નાખી, કઠણ કણક બાંધવી.તેને કેળવી, તેમાંથી પૂરી બનાવી, તેમાં પૂરણ ભરી, બંધ કરી, જાડી પૂરી વણવી. તવા ઉપર બન્ને બાજુ સાધારણ શેકીને ઉતારી લેવી. પછી ઠંડી પડે એટલે પેણીમાં ડાલ્ડા મૂકી, ગરમ થાય એઠલે તળી લેવી.