બટાકાને બાફી, છોલી, માવો બનાવવો. તેમાં મીઠું, કસૂરી મેથી, વાટેલા અાદું-મરચાં, લીલા ધાણા, મીઠું, ખાંડ અને લીંબુનો રસ નાંખવો.
નાળિયેરના ખમણમાં થોડું મીઠું, તલ, કાજુનો ભૂકો, દ્રાક્ષ, લીંબુનો રસ અને ખાંડ નાંખી મસાલો તૈયાર કરવો.
બટાકાના માવાથી લૂઓ લઈ તેનો વાડકી અાકાર કરી, તેમાં મસાલો ભરી, ટીકી વાળી બ્રેડક્રમ્સમાં રગદોળી, તવા ઉપર તેલ મૂકી બન્ને બાજુ તેલમાં તળી તેવી. કોઈપણ દહીંની ચટણી સાથે સર્વ કરવી.