લીલા વટાણાને બાફવા – બટાકા બાફી કટકા કરવા. એક વાસણમાં તેલ મૂકી, તજ-લવિંગનો વઘાર કરી ડુંગળીનું કચૂંબર વઘારવું. બદામી થાય એટલે તેમાં બાફેલા વટાણા, બટાકાના કટકા, કેપ્સીકમના કટકા, ગાજરનું ઝીણ, મીઠું, મરચું, ખાંડ, ગરમ મસાલો, લીલા મરચાના કટકા, અાદુંનું છીણ, તલ અને નાળિયેરનું ખમણ નાંખી, ઉતારી લીંબુનો રસ અને લીલા ધાણા નાખી પૂરણ બનાવવું.
બનને વચ્ચેથી કાપવા – તેના બે ભાગ છૂટા કરવા નહિ, પણ જોડાયેલા રાખવા. વચ્ચેના બનનો ભાગ સ્કૂપ કરવો. બનના એક ભાગ ઉપર માખણ લગાડવું. બીજા ભાગ ઉપર લાલ ચટણી લગાડવી. શાકનું પૂરણ સ્કુપ કરેલા ભાગ ઉપર દાબીને ભરવું. અને બીજો ભાગ બંધ કરવો. અા રીતે બધા બન તૈયાર કરી, બેકિંગ ડિશને માખણ લગાડી બધા બન ગોઠવી દેવા. બધા બન ઉપર માખણ લગાડવું. પછી 300 ફે. ઉષ્ણતામાને પ્રિટીરેડ ઓવનમાં 15 મિનિટ બેક કચ કરવા. બદામી કલર થાય એટલે કાઢી લેવા. તેના ઉપર ચાર કાપ કરી, 1 ચમચી દહીંનો મસ્કો અને ઉપર લાલ ચટણીનું ટપકું મૂકી, સજાવટ કરી સર્વ કરવા.