સનશાઈન સલાડ
  • 296 Views

સનશાઈન સલાડ

Ingredients - સામગ્રી

  • 1 પેકેટ ઓરેન્જ જેલી
  • 1 ટીન પાઈનેપલ સ્લાઈસ
  • 1 ટેબલસ્પૂન વિનેગર
  • 1 કપ અખરોટના કટકા
  • 2 ગાજર
  • 2 પાકાં ટામેટાં (નાના)
  • 2 કેપ્સીકમ (નાની સાઈઝ)
  • મીઠું, સલાડનાં પાન

Method - રીત

જેલીને 2 કપ ગરમ પાણીમાં ઓગાળવી. બરાબર ઓગળે અને સાધારણ ઠંડી થાય એટલે તેમાં પાઈનેપલ સીરપ, થોડું મીઠું અને વિનેગર નાંખી, રેફ્રિજરેટરમાં સેટ થવા મૂકવી. સેટ થઈ જાય એટલે જેલીને બીટ કરી, તેમાં થોડો પાઈનેપલના નાના કટકા, થોડા અખરોટના કટકા અને ગાજરને છોલી, તેનું છીણ કરી નાંખી, આઈસક્રીમ મોલ્ડમાં જેલી ભરી ફ્રિજમાં જામવા મૂકવું. જેલી બરાબર સેટ થઈ જાય એટલે મોલ્ડ બરાબર કાઢી, આજુબાજુ છરી ફેરવી. જરાક વાર ગરમ પણીમાં બોળી, સલાડ પ્લેટમાં અનમોલ્ડ કરવું. સલાડનાં પાનને બારીક સમારી, આજુબાજુ ગોઠવવાં. ઉપર ટામેટાંના પતીકાં, કેપ્સીકમની રિંગ, થોડા પાઈનેપલના કટકા અને થોડા અખરોટના કટકાથી સજાવટ કરવી.