સૂરણ-વટાણાનું રસાદાર શાક
  • 161 Views

સૂરણ-વટાણાનું રસાદાર શાક

Ingredients - સામગ્રી

  • 250 ગ્રામ સૂરણ
  • 250 ગ્રામ લીલા વટાણા
  • 1 ટેબલસ્પૂન આદું-મરચાંની પેસ્ટ
  • 1 ટીસ્પૂન લસણની પેસ્ટ
  • 1 ટેબલસ્પૂન તલ,
  • 1 લીંબુ
  • 1 ટીસ્પૂન કોર્નફ્લોર
  • 2 કપ નાળિયેરનું દૂધ
  • મીઠું, હળદર, મરચું, ખાંડ, તજ, લવિંગ, તેલ
  • સજાવટ માટે – ચણાની ઝીણી સેવ
  • લીલા ધાણા, લીલી ચટણ (અૈચ્છિક)

Method - રીત

સૂરણને છોલી, કટકા કરી બાફી લેવા. પછી તેલમાં તળી લેવા. વટાણાને બાફી લેવા. એક વાસણમાં તેલ મૂકી ગરમ થાય એટલેતજ-લવિંગ (અધકચરા ખાંડી) નાંખી, સૂરણ અને વટાણા વઘારવા. નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવું. પછી મીઠું, હળદર, મરચું, ખાંડ, તલ, આદું-મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી લીંબુનો રસ નાંખવો.

એક બાઉલમાં શાક કાઢી ઉપર ચણાની સેવ અને લીલા ધાણા ભબરાવી સર્વ કરવું.