સુરતી વૈંગણનાં રવૈયાં
  • 373 Views

સુરતી વૈંગણનાં રવૈયાં

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ નાનાં સફેદ રીંગણાં
  • (રવૈયાંનાં રીંગણાં)
  • 2 ડુંગળી, મીઠું, તેલ, હિંગ
  • લીલો મસાલો –
  • 100 ગ્રામ નાળિયરનું ખમણ
  • 5 લીલાં મરચાં, કટકો અાદું
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 1 ટેબલસ્પૂન તલ
  • સૂકો મસાલો – ધાણા, જીરું, તજ, લવિંગ, એલચી, સફેદ મરી, વરિયાળી, તમાલપત્ર અને સૂકાં મરચાં બધું તેલમાં શેકી, ખાંડ 2 ચમચા જેટલો મસાલો બનાવવો. સૂકાં મરચાંને અલગ તેલમાં શેકવાં.

Method - રીત

રવૈયાનાં સફેદ જે રીંગમાં અાવે છે તે લેવાં ઉપરનાં ડીંટાં કાઢી, રવૈયાં જેમ કાપવાં. બધો લીલો મસાલો ભેગો કરી, તેમાં સૂકો મસાલો નાંખી, હલાવી, રીંગણાંમાં ભરવો.

એક તપેલીમાં તેલ મૂકી, હિંગ નાંખી, ડુંગળી સમારીને નાંખવી. બદામી રંગ થાય એટલે તેમાં રવૈયાં મૂકી દેવાં. એકાદ-બે વખત હલાવી, થોડું પાણી છાંટવું. બરાબર બફાય એટલે લીલાો મસાલો ઉપર ભભરાવી દેવો. રસો જાડો થાય એટલે ઉતારી લેવું.