સુરતી ઊંધિયું
 • 1026 Views

સુરતી ઊંધિયું

Ingredients - સામગ્રી

 • 1 કિલો સુરતી પાપડી
 • 250 ગ્રામ તુવેરના લીલવા
 • 100 ગ્રામ બટાકા નાના
 • 100 ગ્રામ શક્કરિયા
 • ના રીંગણા
 • 100 ગ્રામ રતાળુ કંદ
 • નંગ-2 ટામેટા, નંગ-2 કેળાં
 • 1 ટેબલસ્પૂન ખાંડ
 • 1/2 કપ દૂધ (અૈચ્છિક)
 • મીઠું, સોડા, અજમો, તેલ, હિંગ
 • લીલો મસાલો
 • 200 ગ્રામ નાળિયેરનું ખમણ
 • 1 ઝૂડી લીલા ધાણા, 1 ઝૂડી લીલું લસણ
 • 7 લીલા મરચાં, 1 મોટો કટકો અાદું
 • 2 ટેબલસ્પૂન તલ
 • 1 ટેબલસ્પૂન ગરમ મસાલો, મીઠું, મરચું.
 • લીલા ધાણા અને લીલા લસણને છોલી, બારીક સમારી, ધોઈ, કોરા કરવાં. તેમાં નાળિયેરનું ખમણ, લીલા મરચાંના કટકા, અાદુંનું છીણ, તલ, મીઠું, મરચું અને ગરમ મસાલો નાંખી મસાલો તૈયાર કરવો.
 • મૂઠિયાં – 1/2 ઝૂડી મેથીની ભાજીને સમારી, ધોઈ, તેમાં 150 ગ્રામ ચણાનો લોટ, મીઠું, હળદર મચરું, થોડી ખાંડ, દહીં અને તેલનું મોણ નાંખી, કણક બાંધી, મૂઠિયા બનાવી તેલમાં તળી, તૈયાર કરી રાખવા.

Method - રીત

બટાકાને છોલી, રવૈયા જેમ કાપી તેમાં લીલો મસાલો ભરવો. રીંગણના પણ રવૈયા ભરવાં. રતાળું અને શક્કરિયાંને છોલી, મોટાં કટકા કરવા. ટામેટાના બારીક કટકા કરવા.

પાપડીની નકસ કાઢી, બે ભાગ કરી, સડેલી કાઢી નાંખવી. પાકટના દાણા કાઢવા તેમાં તુવેરના લીલવા મીક્સ કરવા તેને ધોઈ મીઠું, 1 ચમચી સોડા અને અજમો નાંખી પાપડી ચોળવી. બટાકા, શક્કરિયાં અને રતાળુંના કટકાને મીઠું અને સોડા નાંખી, રગદોળી, તૈયાર રાખવા. એક મોટી તપેલીમાં વધારે તેલ મૂકી, ગરમ થાય એટલે હિંગ નાંખી, પાપડી-તુવેરના લીલવા વઘારવા. 1/2 કપ દૂધ નાંખવું. કારણ કે દૂધ નાંખવાથી દાણા સુંવાળા થાય છે. બરાબર મિક્સ કરી ઢાંકી દેવું. ઢાંકણ ઉપર પાણી રાખવું. પાંચ મીનીટ પછી રતાળું – શક્કરિયાંના કટકા મૂકવા. પછી તેના ઉપર બટાકા-રીગણાના રવૈયા ગોઠવી, ટામેટાના કટકા મૂકવા. ખૂબ જ ધીમા તાપે ઢાંકણ ઢાંકીને શાક ચઢવા દેવું. પાપડી અને શાક બફાવા અાવે એટલે ખાંડ અને મૂઠિયાં મૂકી દેવાં. થોડી વાર પછી પાકેલાં કેળાના બે કટકા કરી રવૈયાં ભરી મૂકવા અને લીલો મસાલો જે વધ્યો હોય તે ભભરાવી દેવો. બરાબર સિઝાઈને તેલ નીકળે એટલે ઉતારી લેવું.

નોંધ – ઓછા તેલમાં ઊંધિયું બનાવવું હોય તો પાપડી, તુવેર, રવૈયા અને શક્કરિયાં-રતાળુંના કટકાને વરાળથી બાફી, પછી ઉપર પ્રમાણે તપેલામાં ભરવું.