સુરતી સેવ-ખમણી
  • 430 Views

સુરતી સેવ-ખમણી

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ ચણાની દાળ
  • 5 લીલાં મરચાં
  • 1 ટેબલસ્પૂન તલ
  • 25 ગ્રામ લાલ સૂકી દ્રાક્ષ
  • 25 ગ્રામ કાજુ, 25 ગ્રામ કોપરાનું ખમણ
  • 1 લીંબુ – મોટું, 7 કળી લસણ
  • 1 ઝૂડી લીલા ધાણા
  • 250 ગ્રામ ખૂબ ઝીણી ચણાની સેવ
  • મીઠું, મરચું, હળદર, ખાંડ, તેલ, રાઈ, હિંગ
  • લીલી ચટણી - પ્રમાણસર

Method - રીત

ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી રાખવી. સવારે નિતારી, ઝીણી વાટવી. પછી વાટેલી દાળ કૂકરમાં બાફી લેવી. એક વાસણમાં તેલ મૂકી, ગરમ થાય એટલે રાઈ, હિંગનો વઘાર કરી, તેમાં ચણાની દાળનો ભૂકો, મીઠું, મરચું, હળદર, ખાંડ, લીલાં મરચાંની બારીક કટકી, તલ, દ્રાક્ષ, કાજુના બારીક કટકા નાંખી, હલાવી ઉતારી લેવું. પછી તેમાં કોપરાનું ખમણ, લીંબુનો રસ, વાટેલું લસણ અને લીલા ધાણા નાંખી, હલાવવું.

એક ડીશમાં ખમણી મૂકી, તેના ઉપર ચણાની સેવ ભભરાવવી. ઉપર એક ચમચી લીલી ચટણી બનાવી નાંખવી.