તુવેરની દાળ, ચણાની દાળ, અને મગની દાળને પ્રેશર કુકરમાં બાફવી. ઠંડી પડે એટલે ચણાની દાળને વાટી, ત્રણે ભેગી કરવી. એક તપેલીમાં દાળ ભરી, તેમાં ખાંડ નાંખી, તાપ ઉપર મૂકવું.
તુવેરની દાળ, ચણાની દાળ, અને મગની દાળને પ્રેશર કુકરમાં બાફવી. ઠંડી પડે એટલે ચણાની દાળને વાટી, ત્રણે ભેગી કરવી. એક તપેલીમાં દાળ ભરી, તેમાં ખાંડ નાંખી, તાપ ઉપર મૂકવું. ઘટ્ટ થાય એટલે 1 ચમચો ઘી નાંખવું. જેથી છાંટા ઓછા ઊડે. બરોબર જાડું પૂરણ તૈયાર થાય એટલે ઉતારી, કોપરાનું ખમણ અને એલચી-જાયફળનો ભૂકો નાંખી, નાના ગોળા વાળવા.
મેંદામાં બેકિંગ પાઉડર નાંખી, ચાળી લેવો. તેમાં રવો અને મૂઠી પડતું ઘીનું મોણ નાંખી, દૂધથી કણક બાંધી, એક કલાક ઢાંકીને રહેવા દેવી. પછી ખાંડી, કેળવી, નરમ ઢીલી, કણક બનાવવી. હાથમાં તેનો લઓ લઈ, વાડકી અાકાર કરી, પૂરણ ભરી, બંધ કરી, પછી ઘીમાં બદામી રંગના બોલ્સ તળી લેવા.