શક્કરિયાંની બાસુદી
  • 571 Views

શક્કરિયાંની બાસુદી

શક્કરિયાંને બાફી, છોલી, માવો બનાવવો. એક થાળીમાં ચાળણી ઊંધી મૂકી, તેના ઉપર શક્કરિયાનો માવો છીણી લેવો. જેથી જરાકે ગાંગડી રહે નહિ.

Ingredients - સામગ્રી

  • 500 ગ્રામ શક્કરિયા
  • 1 લિટર દૂધ
  • 7 ટેબલસ્પૂન ખાંડ (અાશરે)
  • 1 ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 1/2 ટીસ્પૂન જાયફળનો ભૂકો, થોડી ચારોળી

Method - રીત

શક્કરિયાંને બાફી, છોલી, માવો બનાવવો. એક થાળીમાં ચાળણી ઊંધી મૂકી, તેના ઉપર શક્કરિયાનો માવો છીણી લેવો. જેથી જરાકે ગાંગડી રહે નહિ.

દૂધને ઊકળવા મૂકવું. સાધારણ જાડું થાય એટલે ખાંડ અને એલચી-જાયફળનો ભૂકો નાંખવો. દૂધ થોડું જાડું થઈ જાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે શક્કરિયાંનો માવો બરાબર મિક્સ કરવો. પછી ચારોળી ભબરાવવી. અા બાસુદી સસ્તી તેમજ સ્વાદિષ્ટ થાય છે અને જલદી બની શકે છે.